--ADVERTISEMENT--

PM Kusum Yojana 2024: પીએમ કુસુમ યોજના, ખેડૂતોને મળશે 90% સબસીડી, અહી કરો અરજી

--ADVERTISEMENT--

PM Kusum Yojana 2024: શું તમે પણ ખેતી કરો છો ? અને સિંચાઈની મુશ્કેલીઓ અનુભવો છો ? જ્યારે ખેતરમાં પાકને પૂરતું પાણી મળતું નથી એટલે કે સિંચાઈ પૂરી થતી નથી ત્યારે પાકને નુકસાન થાય છે. ખેડૂતોની આ સમસ્યાનો સમાધાન કરતા કેન્દ્ર સરકાર દ્વારા યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે જેનું નામ છે પીએમ કુસુમ યોજના. પીએમ કુસુમ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સિંચાઈ સાથે સંકળાયેલ મુદ્દાઓ નું સમાધાન કરવું અને કૃષિ ઉત્પાદકતામાં વધારો કરવાનો છે.

પીએમ કુસુમ યોજના શું છે ? PM Kusum Yojana 2024

પ્રધાનમંત્રી કુસુમ યોજના એ ખેડૂતોના ખર્ચમાં ઘટાડો કરવો અને તેમની કમાણીમાં વધારો કરવામાં મદદ કરે છે. સરકારની આ યોજનામાં ખેડૂતોના ખેતરમાં સોલર પંપ સ્થાપના કરવાનો સમાવેશ થાય છે. જેમાં ખેડૂતોની મફતમાં વીજળી ઉત્પન્ન કરવા માટેની સુવિધા મળે છે. પીએમ કુસમ યોજનાના ત્રણ ભાગ છે.

  • કમ્પોનન્ટ A – જે એકદમ બંજર જમીનવાળા ખેડૂતોને લક્ષ્યમાં રાખે છે. અને ખેડૂતોને 5000 કિલો વોટથી લઈને બે મેગાવૉટ સુધી ની ક્ષમતાનો સોલર પંપ સ્થાપિત કરવા માટે સક્ષમ બનાવે છે.
  • કમ્પોનન્ટ B -અહીં સોલર પંપની સ્થાપના ના કુલ ખર્ચના ૬૦ ટકા સબસીડી આપવામાં આવે છે.
  • કમ્પોનન્ટ C- વીજળી થી ચાલતા પંપ ધરાવતા ખેડૂતોને સોરી ઉર્જાથી ચાલતા પંપ પર સ્વિચ કરવામાં સુવિધા આપે છે.

પીએમ કુસુમ યોજના માટે પાત્રતા

  • અરજદાર વ્યક્તિ ભારતનો રહેવાસી હોવો જોઈએ.
  • તેની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ.
  • તેમની પાસે યોજના હેઠળ ખેતી કરવા યોગ્ય જમીન હોવી જોઈએ.
  • તેમનું આધારકાર્ડ બેંક એકાઉન્ટ સાથે જોડેલું હોવું જોઈએ.
  • અરજદાર નો મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે.

Read More – PM Mudra Loan Yojana 2024: પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના, 10 લાખની લોન પર 35% સબસિડી મળશે

--ADVERTISEMENT--

પીએમ કુસુમ યોજના ના ફાયદા

પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ ખેડૂતોને પોતાના ખેતરમાં સોલર પંપ સ્થાપિત કરવા માટે સબસીડી આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા 30% રાજ્ય સરકાર દ્વારા 30% અને 30% લોન રૂપિયા આપવામાં આવે છે ફક્ત ખેડૂતોને 10% ખર્ચો કરવાનો હોય છે. આ યોજનાનો લાભ લીધા પછી ખેડૂતોને પોતાના ખેતરમાં સિંચાઈ કરવા માટે વીજળીની અછત પડતી નથી. તેની સાથે ખેડૂતો વધારાની વીજળીનું ઉત્પાદન કરીને તેને સ્થાનીય વીજળી કંપનીઓને વેચાણ કરીને આવક મેળવી શકે છે.

પીએમ કુસુમ યોજના માટે દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • બેંક પાસબુક
  • આવકનું પ્રમાણપત્ર
  • જાતિનું પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો
  • પાછળના 6 મહિનાની બેંકનુ સ્ટેટમેન્ટ
  • રેશનકાર્ડ
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

પીએમ કુસુમ યોજના 2024 માં ઓનલાઈન માધ્યમમાં અરજી કેવી રીતે કરવી ? PM Kusum Yojana 2024

યોજનાનો લાભ લેવા ખેડૂત મિત્રએ ઓફિશિયલ વેબસાઈટના હોમ પેજ પર જવાનું રહેશે. જ્યાં તેમને પીએમ કુસુમ યોજનાની લિંક મળશે તેના પર ક્લિક કરો. રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે તેમાં પૂછવામાં આવેલી જાણકારી દાખલ કરો. તેની સાથે જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો. સબમીટ બટન પર ક્લિક કરો. અને ઓનલાઇન અરજી ફોર્મની પાવતી મેળવો.

Leave a Comment

--ADVERTISEMENT--